Translate

Thursday, 29 January 2015

મિશન માર્સ : મંગળ ગ્રહ પર સામાન્ય માણસ

મિશન માર્સ : મંગળ ગ્રહ પર સામાન્ય માણસ
http://umangspaceencyclopedia.blogspot.in/




એક નિર્જીવ અને સુદૂર દુનિયાની યાત્રા જેના માટે તમારે તમારું ઘર જ નહીં પણ આખી પૃથ્નીને અલવિદા કહીને જવાનું. ૨૨.૫ કરોડ કિલોમીટરની યાત્રા જેની કોઇ રિટર્ન ટિકિટ નથી. મુશ્કેલ અને અશક્ય લાગતી આ યાત્રા માટે પણ લગભગ બે લાખ લોકોએ તેમનું નામ નોંધાવ્યું છે. પોતાના ખર્ચે મંગળ ગ્રહ પર જવાની આ યાત્રાનું આયોજન નેધરલેન્ડની માર્સ વન નામની સંસ્થા કરી રહી છે. આ સંસ્થાનું કહેવું છે કેઆ યાત્રા માટે તમારે દિલથી નિર્ણય કરવો પડે. આ યુદ્ધભૂમિ પર રિર્પોિંટગ કરવા જેવું સાહસિક છે. નોનપ્રોફિટ સંગઠન ધન એકત્રિત કરીને આગામી દસ વર્ષમાં યાન બનાવી મંગળ પર પ્રથમ પૃથ્વીવાસીઓની કોલોની બનાવવાનું આયોજન કરી રહી છે. આ સંસ્થા મંગળ પર લઇ જવા માટેનાં લોકોની ચિકિત્સા કરશે. આ માટે તેમણે વીસ વર્ષ સુધી વિવિધ અવકાશી એજન્સીઓમાં રહી ચૂકેલા નિષ્ણાત ક્રાફ્ટની નિમણૂક કરી છે. ક્રાફ્ટે અવકાશમાં લાંબો સમય રહેવાની સંભાવનાઓ પર પણ સંશોધન કર્યું છે. તેમનું કહેવું છે કેહવે મારી શોધોને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છેપરંતુ બે લાખ લોકોમાંથી ક્રાફ્ટ અવકાશમાં જનાર લોકોની પસંદગી કઇ રીતે કરશે. આ માટે તે કહે છે કેએ માટે હું તૈયાર છું જ્યારે તેઓ મંગળ પર પહોંચશે ત્યારે તેમને સ્વર્ગ જેવી અનુભૂતિ થશે તો જોઇએ ક્રાફ્ટ કોને અવકાશમાં લઇ જવા માગે છે.
પ્રથમ ચરણઃ શારીરિક
અંતરિક્ષ યાત્રીઓની પસંદગીનું પ્રથમ ચરણ એ શારીરિક છે. આમાંથી જેને કોઇ અસાધ્ય રોગ હોય તેવા તમામને બાકાત કરવામાં આવશે. શારીરિક રીતે ફિટ હોય તેને જ પસંદ કરવામાં આવશે. સૌપ્રથમ મંગળ પર પહોંચનારા બાબતે સંસ્થા ખૂબ સંવેદનશીલ છે જ્યારે ત્યાં વસતી વધશે પછી આ શારીરિક માપદંડમાં છૂટછાટ અપાશે. આ યાત્રા માટેની ચિકિત્સા સામાન્ય અવકાશયાત્રીઓ જેવી જ હશે. તેમણે જે તે તબીબો પાસેથી પ્રમાણપત્રો લેવાં પડશે. આ કાર્યક્રમમાં ઉંમરની કોઇ સીમા નથી પરંતુ સામાન્ય રીતે આ કાર્યક્રમ માટે સૌૈથી ફિટ લોકો ત્રીસથી ચાલીસની વય વચ્ચેના હતા.
બીજું ચરણઃ જ્ઞાાન
પ્રથમ ચરણ બાદનું બીજું ચરણ છે મુલાકાત. આ ચરણ સુધી છસોથી વધારે ઉમેદવારો પહોંચી ગયા છે. આ ઉમેદવારોના હવે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છેજોકે આ મિશન પર જવા માટે કોઇ ચોક્કસ ડિગ્રી કે ભણતરની જરૂર નથી. પરંતુ મંગળને લઇને જિજ્ઞાાસા અને તેને લગતી બાબતોને શીખવાની ધગશ જોવામાં આવે છે. આ ઉપરાંત તેમને એ પણ ખ્યાલ હોવો જોઇએ કે તેઓ શું કરવા જઇ રહ્યા છે. તેમની પાસેથી ટીમના સારા સભ્ય બનીને યાત્રા પૂરી કરવાની યોગ્યતા છે કે નહીંં તે જોવામાં આવે છે. દરેક ઉમેદવારોને આ પ્રમાણે નંબર આપવામાં આવશે. કારણ કે બધાને લઇ જવા શક્ય નથી.
ત્રીજું ચરણઃ ટીમ સ્પિરિટ
મંગળ પરના સફળ મિશન માટે એવા લોકોની જરૂર છે કે જેઓ ભેગા થઇને ટીમ બનાવી શાંત ચિત્તે યાત્રા પૂરી કરી શકે. ઉપરાંત જીવના જોખમની ઘડીઓમાં પણ ટીમ બનીને કામ કરેઆમ પણ પૃથ્વી પરથી કોઇ પણ જવાબ તેમને ચાલીસ મિનિટ બાદ જ મળશે. માટે કેટલાક નિર્ણયો તેમણે જાતે જ કરવા પડશેઆ ઉપરાંત મંગળ પર સ્થાયી નિવાસ બનાવનારી ટીમોને પણ બોલાવી તેમની પસંદગી કરવામાં આવશે. આમ આ મિશન માટે કોઇ પરફેક્ટ અવકાશયાત્રી કરતાં વધારે ટીમ સ્પિરિટથી કામ કરતા એક આખા સમૂહ વધારે મહત્ત્વનો છેમાટે આ પસંદગીમાં ટીમ સ્પિરિટ અગત્યનો છે.
ચોથું ચરણઃ અલગાવ
સંભવિત અંતરિક્ષયાત્રીઓેને ભેગા કરીને એક નકલી અંતરિક્ષયાનમાં બેસાડી તેમને કેટલાક સપ્તાહ સુધી રાખવામાં આવે જેથી તેઓ પર આ યાત્રાની શું અસર થાય છે તે જોઇ શકાય. આવો જ એક પ્રયોગ મોસ્કોનાં ઉપનગરમાં થયો હતો. જેમાં ૫૨૦ દિવસ સુધી નકલી અંતરિક્ષયાનમાં બંધ કરીને અવકાશયાત્રીઓને મંગળ મિશનની ચુનૌતિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ પ્રકારનો પ્રયોગ ઉમેદવારોમાં રહેલી ખૂબીઓ અને ખરાબીને સામે લાવશે. રુસનાંં એક પ્રયોગમાં તેમાં ગયેલા બધા અસફળ રહ્યા હતા. જો તમે ચાલબાજી કરશો તો આ પરિસ્થિતિમાં નહીં ટકી શકો.
પાંચમું ચરણઃ સઘનું પ્રશિક્ષણ
જો આ યોજના આ ઝડપે ચાલુ રહેશે તો આગામી સમયમાં આ ટુકડીઓને અવકાશયાન ચલાવવાથી લઇને મંગળ પર કઇ રીતે રહેવું તેનું પ્રશિક્ષણ આપવામાં દસ વર્ષ જેટલો સમય લાગશેજો આ યોજના અસફળ પણ રહેશે તો તે અંતરિક્ષ વિજ્ઞાાનનાં વિકાસ માટે મહત્ત્વની બની રહેશે. આ યોજનામાં કોણ  મંગળ પર જશે તે બાબતે કોઇ ગેરંટી નથી. એવું પણ બને આ તમામમાંથી કોઇ પણ મંગળ પર જવા માટેની પ્રથમ ટુકડીમાં પસંદ ના પણ થાય. તેમ છતાં મહત્ત્વાકાંક્ષી આ યોજનાએ હાલમાં તો લોકોનું ધ્યાન તેના તરફ ખેચ્યું છે.


No comments:

Post a Comment