Strange Facts
http://umangspaceencyclopedia.blogspot.in/
પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે
એક વીજળી બોલ્ટ સૂર્યની સપાટીની ગરમી કરતા પાંચ ઘણી ગરમી પેદા કરે છે.
અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ હબલ રાખવામાં આવ્યું છે.
શનિ ગ્રહની ઘનતા એટલી ઓછી છે કે તે પાણીમાં પણ તરી શકે છે.
આરસીડબલ્યુ સુપરનોવા ૯,૧૦૦ પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.
નાસાના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સુપરનોવા વિશે માહિતી મેળવી શકાઈ છે.
ઈ.સ. પૂર્વે ૧૮૫માં આરસીડબલ્યુ સુપરનોવા નોંધવામાં આવ્યો હતો.
જ્હોન ગ્લેન પહેલા અમેરિકન હતા જેમણે પૃથ્વીની પરિક્રમા કરી હતી.
રોમન સાહિત્યમાં પણ આરસીડબલ્યુ ઉલ્લેખ જોવા મળે છે.
આરસીડબલ્યુ સુપરનોવાને ગેસ્ટ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આરસીડબલ્યુ ૮૬ને એસએન ૧૮૫ સુપરનોવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સૂર્ય દસ કરોડ વર્ષમાં જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે એટલી ઊર્જા સુપરનોવાનો ધડાકો દસ સેકન્ડમાં ઉત્પન્ન કરે છે.
પ્લુટો ગ્રહનો એક દિવસ પૃથ્વીના સાત દિવસ જેટલો લાંબો હોય છે.
રશિયાના વેલેન્ટિના ટેરેશ્કોવા પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા.
યુએફઓનો ઉલ્લેખ બાઈબલમાં પણ જોવા મળે છે.
બુધ ગ્રહ મંગળ કરતાં ભારે છે અને પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.
સૌર મંડળમાં સૂર્યની નજીક હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જતું હોય છે.
અવકાશમાં પહેલો ઉંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment