Translate

Sunday, 4 January 2015

જૂનમાં ગ્રહણને કારણે પંદર દિવસ માટે મંગળયાન સાથેનો સંપર્ક ઠપ થશે

જૂનમાં ગ્રહણને કારણે પંદર દિવસ માટે મંગળયાન સાથેનો સંપર્ક ઠપ થશે

http://umangspaceencyclopedia.blogspot.in/

 

સૂર્ય ૮ જૂનથી ૨૨ જૂન સુધી પૃથ્વી અને મંગળ ગ્રહની વચ્ચે આવશે



આગામી આઠમી જૂનથી બાવીસમી જૂન દરમિયાન સૂર્ય પૃથ્વી અને મંગળગ્રહની વચ્ચે આવી જશે. આમ તો આ એક સામાન્ય ખગોળશાસ્ત્રીય ઘટના છે. પરંતુ આ ઘટનાને કારણે ઈસરોના વૈજ્ઞાાનિકોની નીંદર હરામ થઈ જશે. આ પંદર દિવસ દરમિયાન ભારતના મંગળયાન અને ઈસરોની ટીમ વચ્ચે કોઈ પણ સંદેશાઓનું આદાનપ્રદાન શક્ય નહીં બને.
ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ૨૦૧૩ની પાંચમી નવેમ્બરના મંગળયાનના અંતરિક્ષ પ્રયાણ બાદ આવુ પહેલી વખત બનશે કે મંગળયાન તથા ઈસરો ટીમ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક શક્ય નહીં બને.
ગ્રહણને કારણે થનારા આ બ્લેક આઉટ પિરીયડમાં મંગળયાને પાઠવેલાકોઈ પણ સંદેશા ઈસરો ખાતે પહોંચશે નહીં અને ઈસરોની ટીમ પણ કોઈ પણ પ્રકારના સંદેશા કે સૂચના મંગળયાનને પાઠવી નહીં શકે.
જો કે મંગળયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુબૈયા અરુનને કહ્યું હતું કે મંગળયાનની જમીન પર થયેલા વિવિધ પરિક્ષણો દરમિયાન આ બાબતને પણ આવરી લેવામાં આવી હતી. અરુનને કહ્યું હતું કે મંગળયાન અંતરિક્ષમાં પહોંચ્યા પછી એવા કેટલાક પ્રસંગો બન્યા હતા. જ્યારે કોઈ પણ પ્રકારનું  પ્રત્યાયન શક્ય ન હતું. પરંતુ આવુ પહેલી વાર બનશે કે જ્યારે પંદર દિવસ માટે કોમ્યુનિકેશન ખોરવાઈ જશે. ૨૦૧૬માં મે મહિનામાં પૃથ્વી ગ્રહ સૂર્ય અને મંગળગ્રહની વચ્ચે આવી જશે અને ત્યારે પણ લગભગ પંદર દિવસ માટે આ પ્રકારની પરિસ્થિતી સર્જાવાની છે એવી માહિતી તેમણે આપી હતી.

 

No comments:

Post a Comment