Translate

Monday, 1 February 2016

અંતરિક્ષ પરી કલ્પના ચાવલાના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો!

અંતરિક્ષ પરી કલ્પના ચાવલાના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો!


અંતરિક્ષ પરી કલ્પના ચાવલાના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો!


લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કલ્પના ચાવલાની છેલ્લી ઉડાન 16 જાન્યુઆરી 2003ના કોલમ્બિયા સ્પેસ શટલથી શરૂ થઈ હતી. આ 16 દિવસનું મિશન હતું. આ મિશન પરથી પરત આવતી વખતે 1 ફેબ્રુઆરી 2003ના શટલનું અકસ્માત થઈ ગયું. આ અકસ્માતમાં કલ્પના સહિત 6 અંતરિક્ષ યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કલ્પનાના જીવન સાથે જોડાયેલા કેટલાક અજાણ્યાં પાસાઓ વિશે આજે અમે તમને રૂબરૂ કરાવી રહ્યા છીએ...

- 1997માં કલ્પના ચાવલાએ પહેલી અંતરિક્ષ યાત્રા કરી હતી. જ્યારે તે સ્પેસ શટલ કોલમ્બિયામાં હતી, ત્યારે તેણે એક પ્રાઇમરી રોબોટિક આર્મ ઓપરેટર અને સ્પેશ્યલિસ્ટની કામગીરી કરી હતી.
 
- કલ્પના ચાવલાને બાળપણથી જ અંતરિક્ષ યાત્રી બનવાની ઈચ્છા હતી. તેને તે મુજબ શિક્ષા પણ લીધી. 1988માં તેણે બોલ્ડરમાં કોલોરાડો યૂનિવર્સિટીથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું હતું.
 
- ચાવલા એક સમજદાર મહિલા હતી. તેને કોમર્શિયલ પાયલટ લાઇસન્સ મળ્યું હતું, જેની અંતર્ગત તેને સીપ્લેન, મલ્ટિએન્જિન એરપ્લેન અને ગ્લાઇડર ચલાવવાની પરવાનગી મળી હતી.

- અમેરિકામાં રહેવા છતાં કલ્પના શુદ્ધ શાકાહારી હતી.
 
- ચંદીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યા પછી તેણે ત્યાં જ સૌથી પહેલી લેક્ચરરની નોકરી કરી.
 
- ભારતમાં અભ્યાસ પૂરો કરી યૂનિવર્સિટી ઑફ ટેક્સાસમાં કલ્પનાએ લાસ્ટ ડેટમાં એડમિશન લીધું હતું.
 
- એક યુવતી હોવા છતાં કલ્પનાએ ક્યારેય પણ કોઈ પ્રકારના આભુષણ નહોતા પહેર્યા. કલ્પનાને ભરતનાટ્યમ ખૂબ જ પસંદ હતું.

- કલ્પના મેકઅપ પર પૈસા ખર્ચ કરવા વ્યર્થ માનતી હતી અને પોતાના વાળ સ્વયં કટ કરતી હતી.
 
- ઘરમાં કલ્પનાને પ્રેમથી બધા મોન્ટુ કહેતા હતા.
 
- નાસા જોઇન કર્યા પછી કલ્પના કરનાલથી દર વર્ષે 2 બાળકોને પોતાના ખર્ચે નાસા વિજિટ કરાવતી હતી. આ બાળકો 10થી 12 દિવસ ત્યાં રહેતા હતા. ભારતથી યૂએસ સુધીનો તમામ ખર્ચ કલ્પના કરતી હતી. આ પરંપરા કલ્પનાની મૃત્યુ પછી પણ ચાલુ છે.

અંતરિક્ષ પરી કલ્પના ચાવલાના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો!


No comments:

Post a Comment