NASAના વૈજ્ઞાનિકોની કમાલ, સ્પેસમાં ઉગાડ્યુ પ્રથમ ફૂલ
http://umangspaceencyclopedia.blogspot.in/
નાસાના અવકાશયાત્રીઓ સ્કોટ કેલી અને લિંડગ્રેન વેજ લેબમાં તૈયાર પ્લાન્ટની પાંદડીઓ ખાઇ રહ્યા છે.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ વૈજ્ઞાનિકોએ પ્રથમવાર પૃથ્વી બહાર ફૂલ ઉગાડવામાં સફળતા મેળવી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર(આઇએસએસ)ની વેજી લેબમાં પ્રથમવાર એડિબલ જિનિયા નામનો પ્લાન્ટ ઉગાડ્યો હતો. અને તેમાં જેવા ફૂલ આવ્યા કે અવકાશયાત્રી સ્કોટ કેલીએ તેની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ સફળતાને ભવિષ્યમાં સ્પેસ મિશન અને મંગળ પર માનવવસાહત વસાવવાની દિશામાં સફળતા માનવામાં આવે છે.
એક સમયે સૂકાવા લાગ્યો હતો છોડ
એક સમયે એડિબલ જિનિયાનો આ છોડ સૂકાવા લાગ્યો હતો. તેની અંદરનું પાણી પાંદડાઓની બહાર આવવાનું શરૂ થઇ ગયુ હતું. પાંદડાઓ સૂકાવા લાગી હતી. જે છોડ નષ્ટ થવાની પ્રથમ નિશાની હતી. તેને બચાવવા માટે વૈજ્ઞાનિકોએ પંખાથી હવા આપી હતી. જેમાં સફળતા મળી અને સ્પેસમાં પ્રથમ ફૂલ ખીલ્યુ હતું. તેની પ્રથમ તસવીરો પણ આઇએસએસમાં એક વર્ષથી રહેતા સ્કોટ કેલીએ જાહેર કરી છે. કેલી માર્ચ,2016માં પાછા ફરશે.
સલાડ છે આ છોડ અને તેનું ફૂલ
એડિબલ જિનિયા નામનો આ છોડ વેજીલેબમાં ઉગાડવામાં આવ્યો છે. આ છોડ અને તેનું ફૂલ સલાડ સ્વરૂપે ખાવામાં આવે છે. જોકે, આ છોડને ઉગાડવો ખૂબ મુશ્કેલ હતો કારણ કે આ લાઇટ અને વાતાવરણ મામલે ખૂબ સેન્સેટિવ છે. તેને ઉગાડવામાં લગભગ 60થી 80 દિવસનો સમય લાગે છે.
તૈયારીઓ
2018માં આઇએસએસમાં ટામેટાના બીજ રોપવામાં આવશે. આ અગાઉ કેટલીક અન્ય શાકભાજી કે ફળો ઉગાડવાની તૈયારી છે.
શું છે વેજી લેબ
એસ્ટ્રોનોટ્સને તાજા શાકભાજી ખાવા મળે તે માટે આઇએસએસમાં મે, 2014માં વેજ લેબ તૈયાર કરવામાં આવી હતી. આ એક પ્રકારની ડિબ્બાનુમા છે જેનું વજન 7.2 કિલોગ્રામ છે. લેબ કામ કરી શકે એ માટે તેને 115 વોટ એનર્જીની જરૂર હોય છે. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં તેમાં છોડ વધુમાં વધુ 45 સેમીની ઉંચાઇ સુધી ઊગી શકે છે.
No comments:
Post a Comment