Translate

Monday, 29 December 2014

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સોમવારે ગુજરાતના આકાશમાંથી પસાર થશે અવકાશમાં માનવનિર્મિત સૌથી મોટું ફૂટબોલ મેદાન જેવડું બાંધકામ અમદાવાદના આકાશમાં અવકાશમથક ૬ઃ૫૨થી ૬ઃ૫૮ સુધી વેગવાન ટપકાં સ્વરૃપે દેખાશે

 http://umangspaceencyclopedia.blogspot.in

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સોમવારે ગુજરાતના આકાશમાંથી પસાર થશે

અવકાશમાં માનવનિર્મિત સૌથી મોટું ફૂટબોલ મેદાન જેવડું બાંધકામ

અમદાવાદના આકાશમાં અવકાશમથક ૬ઃ૫૨થી ૬ઃ૫૮ સુધી વેગવાન ટપકાં સ્વરૃપે દેખાશે




સોમવારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના આકાશમાં અનોખો નજારો જોવા મળશે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આંતરરાષ્ટ્રી અવકાશમથક) અમદાવાદ સહિત ગુજરાતના આકાશમાંથી પસાર થશે. વિશાળ કદનું અવકાશમથક અમદાવાદમાં સાંજે સુર્યાસ્ત પછી ૬ઃ૫૨થી ૬ઃ૫૮ દરમિયાન જોવા મળશે. અવકાશમથક પાકિસ્તાન તરફ એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશાએથી આવી દક્ષિણ-પૂર્વ તરફ જશે.અવકાશમથક ફૂટબોલના એક મેદાન જેડવું છે. પરંતુ એ આકાશમાં ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ હશે એટલે ટપકાં સ્વરૃપે જ દેખાશે. પણ અવકાશમથકનું વેગમાન ટપકું જોવા માટે દુરબિનની જરૃર નહીં પડે. નરી આંખે પણ એ દૃશ્ય જોઈ શકાશે. સ્પેસ સ્ટેશન એક તરફની ક્ષિતિજથી બીજી તરફની ક્ષિતિજ સુધી જવામાં દસેક મિનિટનો સમય લેશે. પરંતુ દૂર હોય ત્યારે એ બરાબર નહીં દેખાય. માથા પર નજીક આવતું જશે એમ ટપકું મોટુ થતું જશે અને ૬ઃ૫૫ કલાકે સૌથી વધુ પ્રકાશિત દેખાશે. ૨૩૯ ફીટ લાંબુ, ૩૫૬ ફીટ પહોળું અને ૬૬ ફીટ ઊંચુ અવકાશમથક અત્યાર સુધીમાં માનવીઓએ અવકાશમાં કરેલું સૌથી મોટુ બાંધકામ છે.
સાડા ચાર લાખ કિલોગ્રામ વજનનું અવકાશમથક પ્રતિ કલાકે ૨૮૮૦૦ કિલોમીટરની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણ કરે છે. એટલે દર ૯૦ મિનિટે એ પૃથ્વીનું એક પરિભ્રમણ પુરું કરી લે છે. પરંતુ તેનો માર્ગ સતત બદલતો રહેતો હોવાથી એકના એક સ્થળ ઉપરથી બીજી વખત પસાર થતાં ઘણો સમય લાગતો હોય છે. પરંતુ કોઈને રોજ રોજ સ્પેસ સ્ટેશન ક્યાં પહોંચ્યુ છે અને ક્યાંથી પસાર થવાનું છે, એ જાણવામાં રસ હોય તો નાસાની વેબસાઈટ http://spotthestation.nasa.gov/ પર જઈને નિયમિત અપડેટ જાણી શકાય છે.ઝડપી ભ્રમણને કારણે અવકાશમથકમાં રહેતા અવકાશયાત્રીઓને ૨૪ કલાકમાં ૧૬ વખત સુર્યાસ્ત અને સુર્યોદય જોવા મળતો હોય છે. અત્યારે નાસા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સીના ૬ અવકાશયાત્રીઓ તેમાં કામ કરી રહ્યાં છે

 

No comments:

Post a Comment