http://umangspaceencyclopedia.blogspot.com/
નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં ક્વોડ્રેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
વડોદરાવાસીઓને શુક્લપક્ષનું અજવાળુ અવરોધ કરશે
ખ્રિસ્તી કેલેન્ડરના નવા વર્ષના પ્રારંભે જ ખગોળપ્રેમીઓને ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવાનો લહાવો મળશે. આ ઉલ્કાવર્ષા ૧લી થી ૪થી જાન્યુઆરી સુધી નિહાળી શકાશે. જો કે વડોદરાવાસીઓને પૂનમનો સમય ના ચંદ્રના અજવાળાં વીંધીને તે નિહાળવી પડશે.
નવા કેલેન્ડર વર્ષના પહેલા જ દિવસથી વર્ષની પહેલી ઉલ્કાવર્ષા થશે. જેને ખગોળશાસ્ત્રીઓ ક્વોટ્રેન્ટીડ્સની ઉલ્કાવર્ષ કહે છે. ડિસેમ્બર માસમાં જેમિનીડ્સની ઉલ્કા વર્ષો નિહાળ્યા બાદ ખગોળપ્રેમીઓને તરતજ આ બીજો મોકો મળશે.
ભારતીય પંચાંગમાં ક્વોડ્રેન્ટીસ નક્ષત્ર માટે કોઇ અલગ નામ નથી. ભારતીય પંચાગના ૨૭ નક્ષત્રો ઓળખાયા પછી જે નવાં નક્ષત્રો શોધાયાં. તેનાં ભારતીય નામો નથી. ક્વો ડ્રેન્ટીડ્સ તેમાનું એક નક્ષત્ર છે. આ નક્ષત્ર સ્વાતિનક્ષત્રના તારાની નજીકનું નક્ષત્ર છે.
આકાશમાં સ્વાતિનક્ષત્રનો તારો ઓળખવા સપ્તર્ષિ જોવાં પડે સપ્તર્ષિના સાત તારા પૈકી છેલ્લા તારાની પૂર્વ તરફ સીધી લીટીમાં સ્વાતિ નક્ષત્રનો ચમકતો તારો છે. ક્વોડ્રેન્ટીડસ તેનો પડોશી છે. અને ઉલ્કાવર્ષાનો પ્રસંગ તેના આંગણે ઉજવાશે.
જોકે ભારતમાં અને ખાસ વડોદરામાં આ ઉલ્કાવર્ષા નિહાળવા ખાસ્સી ધીરજ રાખવી પડશે. કલાકના માંડ ત્રણથી પાંચ તારા ખરતા જોવાશે. તેમાં પાછા વડોદરાના આકાશમાં પ્રસરતું પ્રદુષણ અને રાત્રિની લાઇટોનો પ્રકાશ વત્તા સમયનાં શુક્લપક્ષનું અજવાળુ એવાં અનેક અવરોધો ખગોળ પ્રેમીઓની ધીરજની કસોટી કરશે.
સામાન્ય રીતે ઉલ્કા વર્ષા નિહાળવાનો શ્રેષ્ઠ સમય રાત્રિના ૧ વાગ્યા પછીનો છે. વહેલી પરોઢે મહત્તમ ઉલ્કાવર્ષા નિહાળી શકાય છે. શિયાળો હોવાથી આકાશમાં વાદળ નહીં હોય, તે આ ઘટનાનો પ્લસ પોન્ટ છે. ૩જી જાન્યુઆરી આ ઉલ્કાવર્ષા માટેનો ઊચિત દિવસ રહેશે.
No comments:
Post a Comment