Translate

Saturday, 21 May 2016

બુધ સૂર્ય સામેથી પસાર થતો સદીમાં ૧૩ વખત જ કેમ દેખાય?

બુધ સૂર્ય સામેથી પસાર થતો સદીમાં ૧૩ વખત જ કેમ દેખાય?
હમણાં ૯ મે૨૦૧૬ના દિવસે અખબારોમાં સતત સમાચાર આવ્યા કેમરક્યુરી સૂર્યની સામેથી પસાર થયો અને વિજ્ઞાાનીઓએ તેનો ખાસ અભ્યાસ કર્યો. કારણ કેઆ ઘટના સદીમાં માત્ર ૧૩ વખત જોવા મળે એવી દુર્લભ છે.  મરક્યુરી એટલે કે બુધનો ગ્રહ. છેલ્લે ૨૦૦૬માં બુધને સૂર્ય સામેથી પસાર થતો જોઈ શકાયો હતો. હવે પછી એ ૧૧ નવેમ્બર૨૦૧૯માં આ રીતે સૂર્ય સામેથી પસાર થતો દેખાશે અને ત્યારપછી ૨૦૩૨માં સૂર્ય આગળથી પસાર થતો જોવા મળશે. બુધ પણ આપણી પૃથ્વીની જેમ સૂર્ય ફરતે ગોળ આંટા ફરે છે. તો એ દર વર્ષે કેમ ન દેખાયઆ સવાલ જો મનમાં જાગતો હોય તો ચાલો સમજીએ કે કેમ આ ઘટના દર વર્ષે બનતી નથી.
પહેલાં એ સમજીએ કે ઘટના ખરેખર શું છે. આપણી પૃથ્વી સૂર્ય ફરતે ચક્કર કાપતી રહે છેતેને આપણે સૂર્યની પરિક્રમા કહીએ છીએ. બુધ ગ્રહ પણ સૂર્ય ફરતે ચક્કર કાપે છેપરિક્રમા કરે છે. બુધ સૂર્યની સૌથી નજીકનોઆપણી સૂર્યમાળાનો સૌથી પહેલો ગ્રહ છેબીજા નંબરે શુક્ર આવે છેપૃથ્વીનો નંબર ત્રીજો છે. સૂર્યથી આપણી પૃથ્વી ૯.૧૭ કરોડ કિલોમીટર દૂર છે અને બુધ સૂર્યથી માત્ર ૫.૭૯ કરોડ કિલોમીટર દૂર છે. એટલે ત્યાં કોઈપણ પદાર્થ ક્ષણવારમાં વરાળ બની જાય છે. સૂર્યની પરિક્રમા કરતો એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે આપણને તે સૂર્ય આગળથી પસાર થતો દેખાય છે.
 આપણી પૃથ્વીની પરિક્રમાના માર્ગને ક્ષિતિજની જેમ આડો ધારી લઈએ તો બુધનો રસ્તો ૭અંશના ત્રાંસમાં છે. એટલે દર નવેમ્બર અને મે મહિનામાં જ પૃથ્વીની ભ્રમણકક્ષા બુધની ભ્રમણકક્ષાને કાપે છે. આ સમયે બુધ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય તો આપણને જોવા મળે.
આવું દર વર્ષે બનતુ નથી. કારણ કે પૃથ્વીની સૂર્ય ફરતે પરિક્રમા ૩૬૫.૨૫ દિવસમાં પૂરી થાય છે. બુધ પૃથ્વીના માપના ૮૮ દિવસમાં પરિક્રમા પૂરી કરી લે છે. એટલે બંનેની ભ્રમણકક્ષા એકબીજાને કાપે છે એ જગ્યાએ પૃથ્વી આવે ત્યારે બુધ ક્યાંક બીજે હોય છે અને બુધ અહીં આવે તો પૃથ્વી ક્યાંક બીજે પહોંચી ગઈ હોય છે. સો વર્ષમાં માત્ર ૧૩ જ વખત બુધ સૂર્યની પરિક્રમા કરતો પૃથ્વીની પરિક્રમાના માર્ગને કાપે એ જગ્યાએ આવે તો પૃથ્વી પણ એ સમયે ત્યાં જ હોય અને આપણે પૃથ્વીવાસીઓ બુધના નાનકડા ટપકાંને સૂર્ય આગળથી પસાર થતું જોઈ શકીએ.


સૂર્યના આંખ આંજી દેતા અજવાળાને ચન્દ્ર જેવો આછો કરી દે એવા દૂરબીન શોધાયાં એ પછી જ બુધને આ રીતે જોવાનું શક્ય બન્યું છે. પૃથ્વી કરતાં બુધ ત્રીજા ભાગનો જ છે. એટલે સૂર્યની સામેથી પસાર થતી વખતે એ માંડ નજરે ચઢે એવું કાળું ટપકું જ દેખાય છે. કાળું ટપકું સૂર્ય આગળથી પસાર થતું જોવાનો શો લાભ એવો પ્રશ્ન મનમાં થતો હોય તો જાણી લો કે આવું જ ખગોળવિજ્ઞાાનીઓ પણ વિચારતા હતા, પરંતુ નાસાની જેટ પ્રોપલ્ઝન લેબોરેટરીના લીલે તવરનીર નામના નિષ્ણાતે કહ્યું કે,બુધની આસપાસ વાતાવરણ આમ દેખાતું નથી, પરંતુ એની આસપાસથી નીકળતાં સૂર્યનાં કિરણો એના વાતાવરણમાં ગળાઈને,રંગ બદલીને આવતા હશે. જો ધ્યાનથી એ કિરણોના તફાવતને જોઈ શકીએ તો બુધનું વાતાવરણ ખરેખર કયા વાયુઓનું બનેલું છે એ ખાતરીથી જાણી શકાય. એટલે વિજ્ઞાાનીઓ બુધ પસાર થતો હોય તો એની ઉપર નજર માંડી રાખે છે.

No comments:

Post a Comment