Translate

Friday, 10 April 2020

આજે સાંજે 7.16 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને અમદાવાદમાંથી નરી આંખે જોઇ શકાશે

International space station can be seen from ahmedabad at 7.16 pm on 10th april

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને (ISS) આજે 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થશે. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતા નથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા રહેશે.

ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટનો સમય લાગે છે
ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતો ISS એક માત્ર એવો માનવસર્જિત ઉપગ્રહ છે કે જેના પર વૈજ્ઞાનિકો રહી શકે છે. ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે તે અંદાજિત દોઢ કલાકે પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે છે. દરરોજે તે પૃથ્વી ફરતે 16 જેટલા ચક્કર કાપે છે. પૃથ્વી પરના દેશોની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વખતે આપણા પરથી જ પસાર થાય તે જરૂરી નથી, એટલે તે દર વખતે નિહાળી શકાતો નથી. તેના સારા વ્યૂ માટે આગાહી કરવામાં આવે છે. જે મુજબ આ વખતે અમદાવાદ સહિતના રાજ્યમાંથી આજે સાંજે 7:16 વાગ્યે વાયવ્ય દિશામા 331 ડિગ્રીએ તેનો ઉદય થશે અને અગ્નિ દિશામાં 126 ડિગ્રીએ 7:22 વાગ્યે તેનો મોક્ષ થશે.
સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 400થી 425 કિમી ઊંચાઇએ પરિભ્રમણ કરતો ISS 10મીએ આપણાથી વધુમાં વધુ 2314 કિમી અને ઓછામાં ઓછા 653 કિમીના અંતરેથી પસાર થશે. અમદાવાદ પરથી પસાર થનાર ISSમાં હાલ 3 અવકાશયાત્રીઓ છે. જેમાં યુએસએની જેસિકા મેર અને એન્ડ્રુ મોર્ગન અને રશિયાના ઓલેગ સ્ક્રિપોચકાનો સમાવેશ થાય છે.

Thursday, 9 April 2020

Starlink satellites trails over Ahmedabad on 24th evening.

#Starlink satellites trails over Ahmedabad on 14th evening.
Magnitude unknown.

Hopefully most will be visible. 

Sky is already very clear & pollution free.

Don't miss.

Watch towards South / Southwest between 7:45 to 8:45 pm.