Translate

Saturday, 19 August 2017

21મી ઑગસ્ટ આવતીકાલે 99 વર્ષ બાદ બનશે જોરદાર ખગોળીય ઘટના, નાસા કરશે લાઇવ પ્રસારણ

21મી ઑગસ્ટ એટલે કે આવતીકાલે સોમવારના રોજ દુનિયાભરના લોકો પૂર્ણ સૂર્યગ્રહણની ઘટનાને જોઇ શકશે. 21મી ઑગસ્ટ 2017ના રોજ સૂર્યગ્રહણનો ગજબનો સંયોગ બની રહ્યો છે. લગભગ 99 વર્ષ પછી એવો અવસર આવશે જ્યારે આ દિવસે અમેરિકન મહાદ્વીપમાં પૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે. આ ખાસ ખગોળીય ઘટના માટે અંતરિક્ષ એજન્સી નાસા એ તેના માટે તૈયારી કરી લીધી છે. નાસા આ અવસર પર આ ઘટનાનું આખી દુનિયામાં લાઇવ પ્રસારણ કરશે.

21મી ઑગસ્ટના રોજ થનાર સંપૂર્ણ સૂર્યગ્રહણનું આની પહેલાં આટલા મોટાપાયે પર કવર કરાયું નહોતું. નાસા ગ્રહણના પહેલાં અને ગ્રહણ દરમ્યાન તમામ તસવીરો અને વીડિયોનું લાઇવ પ્રસારણ કરશે.
આ દિવસે થનાર સૂર્ય ગ્રહણ અમેરિકાના તમામ મુખ્ય વિસ્તારોમાં જોવા મળશે. આ ખગોળીય ઘટના યુરોપ, ઉત્તર-પૂર્વ એશિયા, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, પ્રશાંત એટલાન્ટિકના મોટાભાગના હિસ્સામાં જોવા મળશે. જ્યારે ભારતમાં સૂર્ય ગ્રહણ આંશિક રહેશે.
ગ્રહણનો કુલ સમય અંદાજે 5 કલાક 18 મિનિટનો રહેશે. જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણનો કુલ સમય 3 કલાક અને 13 મિનિટ સુધીનો રહેશે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્રમાં આવી જાય છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે.
1918 બાદ પહેલી વખત પહેલી વખત એવું બનશે કે જ્યારે અમેરિકન લોકો આ ઘટનાના સાક્ષી બનશે. આ ખાસ અવસર માટે નાસાએ અંદાજે 10થી વધુ સ્પેસક્રાફ્ટ, 3 એરક્રાફ્ટ, અને 50થી વધુ એર બલૂન લગાવીને આ ખગોળીય ઘટનાને કવર કરશે.